Random Posts
સુરેન્દ્રનગર શહેર કેબલ મુક્ત થશે
સુરેન્દ્રનગર શહેર કેબલ મુક્ત થશે ..........સુરેન્દ્રનગર કોર્પોરેશન જાહેર થતા હવે ધીમે ધીમે વિકાસના કામો વેગ પકડતા જાય છે.ત્યારે નાયબ મુખ્ય ...
Blog Archive
- Nov 29 (1)
Lorem 1
Technology
Circle Gallery
Shooting
Racing
News
Lorem 4
સુરેન્દ્રનગર શહેર કેબલ મુક્ત થશે ..........સુરેન્દ્રનગર કોર્પોરેશન જાહેર થતા હવે ધીમે ધીમે વિકાસના કામો વેગ પકડતા જાય છે.ત્યારે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના પ્રયત્નથી શહેરમાં ૬૦ કરોડના કામો થવાના છે ત્યારે pgvcl ના વીજપોલ અને વાયર મુક્ત શહેર બને એ માટે હાલ બે ફીડર શિવ હોટલથી ટાવર અને ટાવર થી વડનગર સુધીની મંજૂરી મળતા ૩ કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ શરૂ કરવા ખાતમુર્હુત કરાયું હતું.આ પ્રંસગે નાયબ દંડક જગદીશભાઈ મકવાણા,જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, અધિક્ષક ઇજનેર એન. એન.અમીન સહિત મોટી સંખ્યામાં સ્ટાફ અને શહેરીજનો હાજર રહ્યા હતા.આ સાથે જગદીશભાઈ મકવાણા એ જણાવેલ કે હાલ બે ફીડર મંજૂર થયા છે ટૂંક સમયમાં સમગ્ર શહેરને વાયર મુક્ત કરવાની કામગીરી કરાવાશે.આમ શહેર વાયર મુક્ત થયા બાદ શોર્ટ સર્કિટ,અકસ્માત અને પોલની સમસ્યાથી શહેરીજનોને છૂટકારો મળશે અને રસ્તા ખુલ્લા થશે.